પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા



સનતકુમાર એક કવિ હતા. કેટલાક તેમને મહાકવિ કહેતા હતા. જે તેમને મહાકવિ કહેતા ન હતા તે પણ એમ તો કહેતા જ કે તેમનામાં મહાકવિ બનવાની શક્યતા તો છે જ.

બહુ નાની ઉંમરથી તેમણે કવિતા લખવાની શરૂઆત કરી હતી કોલેજમાં તેમની કાવ્યપ્રવૃત્તિ તેમને સઘળા વિદ્યાર્થીઓના આશ્ચર્યનું રૂપ આપી રહી હતી. અને કૉલેજ બહાર નીકળતાં સાહિત્યસૃષ્ટિએ આ ઊગતા કવિને વધાવી લીધા હતા. તેમનાં કાવ્યો માસિકમાં પ્રગટ થવા માંડ્યાં અને કાવ્યરસિકો તેમની આતુરતાથી રાહ જોવા લાગ્યા. વિવેચકોએ તેમનાં કાવ્યો ઉપર પ્રશસ્તિઓ લખવા માંડી, અને જોતજોતામાં સનતકુમાર એક ઉચ્ચ કક્ષાના કવિ તરીકે જનતાનું માન પામ્યા. આ સત્કારથી તેમને શરૂઆતમાં ઊપજેલા આશ્ચર્ય અને આહલાદ શમી ગયા, અને પોતાને મળતું માન તેમના મનમાં હકરૂપ બની ગયું.

આમ બનવું બહુ સ્વાભાવિક છે. દૈનિક, અઠવાડિક, માસિક અને વાર્ષિક પત્રોએ તેમનાં કાવ્યો મેળવવા માટે ભારે રસાકસી