પૃષ્ઠ:Pankhadio.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વર્ષ પૂર્વે સાગરપાળેથી વગાડેલી કૃષ્ણબંસીના બોલનો અધુરો-મધુરો રસબોલ.

હું તો વન્દન વન્દી રહ્યો ને દર્શનમુગ્ધ સૌન્દર્યસમાધિમાં પડ્યો.

૧૦

પછી પેલો મોરલો ટહુક્યો ને હું જાગી ગયો.

જાગીને જોયું તો આઘે ને આઘે તે જતી હતી, ઓછી ને ઓછી તે થતી હતી. આંબાવાડિયું ઓસરી જતું ને કુંજો આથમતી ને ધરતીમાં ઢળી જતી ત્ય્હાં તે યે ધીરે ધીરે દૃષ્ટિપથમાંથી આથમતી જતી હતી. પાછળ એના પડછાયા રમતા.

સૃષ્ટિમાં સૌન્દર્ય છે ત્ય્હાં સૂધી ગુજરાતણ છે.

૧૮૭