પૃષ્ઠ:Pankhadio.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



‘જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો.

અમારી કોલેજમાં આજ Inter-Collegiate Ladies' Tennis Tournament ની છેલ્લી રમત હતી; એટલે કોલેજીયનોનો જાણે મેળો ભરાયો હતો.

‘હશે’ : મ્હારા મિત્રે કહ્યું. ‘અમારી કોલેજમાં તો ઉઘાડા માથાની બ્રહ્મચારિણીઓ સંગાથે ઉઘાડા માથાના બ્રહ્મચારીઓ હોડીઓ તરાવવા જાય છે. એમનામાંના કોકને પૂછી જોજે એમની વાતો.’

‘ખરૂં કહું છું : પ્રમોદે તો ન પરણવાનું વ્રત લીધું છે.’

‘ભણે એટલા બ્રહ્મચારી’ એ વ્યાખ્યા તે સાચી પાડતો હશે. આ જોને એના અંગનો અલસગમના સમો મરોડ, ને પંખીની પાંખ સમો નેણાંનો નાચ; ને—’

‘તું નથી માનતો. હરતાં ને ફરતાં એ તો કહે છે કે કલાકાર કલાને જ પરણેલો છે.’

૪૯