પૃષ્ઠ:Pankhadio.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચક્રવર્તી થાય એટલ્લે જગત જાણે હિન્ડોળે ચ્હડે : નાવડું જાણે મોજામાં ડોલે. સંસારશાસ્ત્રની દૃષ્ટિએ મ્હને તો એક જ ભૂલ લાગે છે; પુણ્યભાવનાની પદભ્રષ્ટતા ને સૌન્દર્યભાવનાની સર્વોપરિતા. ‘ ‘સુન્દરતા નહિ, ત્ય્હારે સર્વોપરી શું ?’

‘સૃષ્ટિમાં સર્વોપરી પુણ્ય ને પ્રભુ. એ લોપાય એવાં શિક્ષણ કે સંસાર ન હોય. કન્યાશાળાઓમાં આજ સતીનું નહિ, સુન્દરીનું આદર્શ આરાધાય છે.’


‘આસપાસ જૂવો. આપણી પુરુષોની આંખ સુન્દરીને વાંછે છે કે સતીને ? પુરુષની અંખ વાંછે છે તે કન્યાશાળા આપે છે.’

‘એટલે જ કહ્યુંને કે પુરુષની આંખડીને અંજશલાકા આંજવી જોઈએ-આંખનિર્મળી છાંટવી જોઈએ. ‘ ‘ભરજે જગતના Scientistsની પરિષદ, શોધજે એ આંખનિર્મળી. મ્હારૂં ચાલે તો બેન્ટિકનો કાયદો રદ્દ કરાવું કે સતીઓ પાછી અવતરે.’

મ્હારૂં ચાલે તો હું એવો કાયદો કરાવું કે સ્વેચ્છાથી સતીઓ યે ભલે થાય ને સ્વેચ્છાથી સતા યે ભલે થાય. પછી જોઇ લ્યો પરીક્ષા નર ને નારની ! ‘

અમે બન્ને હસી પડ્યા; કારણ કે અમારામાંથી એક્કેયનું ચાલવાનું હતું જ નહિ-એ વિદ્યામન્દિરમાં, સંસારમાં કે સામ્રાજ્યમાં.

૮૬