પૃષ્ઠ:Pankhadio.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હું તો તે દિવસે નિરાશ થઈને આવી.

કોર્ટમાં જેમ ચોર ને ડાકુને ગુનેહગારો આવે છે એમ દવાખાને તાવલા પરૂવાળા કુદરતના ગુનેહગારો આવે છે. કોર્ટમાં સાચો કોક ફરકે, એમ દવાખાને સાજો કોક ફરકે. મ્હારૂં દવાખાનું પણ અપવાદરૂપ ન હતું, એટલે મ્હારે ત્ય્હાં યે નિરન્તર કુદરતના ગુનેહગારો દેખાતા.

તેથી કુદરતના કોડીલા નિરખવાના મ્હને કોડ હતા.

ઉકરડા ઉખેળનાર કો દેવમન્દિરે દર્શન કરવા જાય એ ભાવથી હું ભાષણ સાંભળવા ગઈ હતી.

ભાષણકારની ખ્યાતિ રસદેવની હતી. લોક એને રસનો ફૂવારો કહેતા. માસિકોમાં એની છબિલી છબિઓ છપાતી; વાર્ષિકોમાં એની લયલામજનૂનની વાર્તાઓ આવતી; મેનકા લાલારૂખ મસ્તાની લેડી હેમિલ્ટનને નાયકા સ્થાપી એણે કાદંબરીઓ લખી હતી.

નરનારના કુદરત રચ્યા આકર્ષણશાસ્ત્રનો એ આચાર્ય મનાતો. Sex relationsના Scienceને એ આવતી સદ્દીનું Science કહેતો.

એના ભક્‍તો કહેતા'કે વીસમી સદ્દીમાં જાણે બાવીસમી સદ્દીનો એ મહાપુરુષ અવતર્યો હતો.

એ કહેતો કે સ્ત્રીઓ સૌન્દર્યમૂર્તિઓ છે; ને લોકોત્તર રમણીયતાને સુન્દરીઓ ઝીલે છે એટલું પૌરુષમુદ્રાળા પુરુષો

૮૯