પૃષ્ઠ:Parkamma.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.સ્વયંસ્ફુરિતવિવેચનશૈલી

મેં સેવી હતી તે એક મહત્ત્વની આશા સફળ
થઇ છે. યુનિવર્સિટીના અભ્યાસીઓને આ
વિવેચનાઓએ લોકસાહિત્યમાં રસ લેતા કર્યા
છે. મારી વિવેચનશૈલીને તેમણે સત્કારી છે.
એ શૈલી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય, એ પ્રશ્ન
કદી ઉપસ્થિત થયો નથી. મારી વિવેચનાઓ
૧૯૨૪થી લખાતી રહી છે. એનો વિવેચનદેહ
આપોઆપ જ બંધાતો રહ્યો છે. યુનિવર્સિટીની
કોઈ ‘થીસીઝ’ મારા વાંચવામાં આવી નથી.
મારા વિષયના સેવનમાંથી મને જે જે સ્ફુરતું
ગયું છે તે હું મૂળ સાહિત્યબળોને સુસ્પષ્ટ
તેમજ રસપુષ્ટ બનાવવા ખાત૨ લખતો ગયો
છું. પઢાવેલી પોપટવાણીનો ભોગ નથી બન્યો
 તે પણ પ્રભુનો પાડ થયો છે. વિષય જે અર્થ-
માં ‘ધરતીનું ધાવણ’ છે. તે અર્થમાં આ વિવે-
ચનાઓ પણ મને તો ‘ધાવણ’ રૂપે જ સાંપડી
છે. વાંચકો પણ એ રૂપે જ એનું સેવન કરે.


૧૯૪૪
‘ધરતીનું ધાવણ’ના નિવેદનમાં
 ભારતી સાહિત્ય સંઘ લિ.
પો. બૉ. નં. ૯ ૭ ૮ • મું બ ઇ - ૧
પો. બૉ. ન. ૭ ૩ • અ મ દા વા દ