પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરાલ નિશ્ચયઃ ૧૮૯
 

‘એ હરામખોરની જીભ બહુ વધી છે. આજે એને કાઢી મૂકું.' વ્યોમેશચંદ્ર ગુસ્સે થઈ બોલી ઊઠ્યા.

'કોઈને કાઢી મૂકવાની જરૂર નથી. લક્ષ્મી વગર ઘરમાં બહુ અડચણ પડશે.' મંજરીએ કહ્યું.

‘ત્યારે તમે નહિ જાઓ ને ?' વેલીએ ફરી ખાતરી કરવા પૂછ્યું.

‘તને મૂકીને હું કંઈ જ જવાની નથી.' મંજરીએ કહ્યું અને વ્યોમેશચંદ્રની સામે તેણે જોયું.

'સનાતન સાથે નાસી જતાં વેલીના પ્રેમે તેને રોકી હશે કે શું ?'

વ્યોમેશચંદ્રને વિચાર આવ્યો. મંજરીને હવાફેર કરવાની તેમણે યોજનાઓ ઘડવા માંડી. મંજરી વગર તેમનાથી રહેવાય એમ ન હતું.