પૃષ્ઠ:Patra Lalsa.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪: પત્રલાલસા
 

એક મોજું બીજું મોજું - અને બુલબુલના પગ રેતી ઉપરથી ઊપડી ગયા. પાછી જતી છોળ સાથે તે ઘસડાઈ અને કૃતઘ્ન જગતને છોડી નવીન ભૂમિની ઝાંખી કરતી દરિયાને આશ્રયે પડી.

પરંતુ દરિયાના કરતાં વધારે સબળ આશ્રય તેને મળવાનો હતો. પેલો પુરુષ એકાએક પાણીમાં કૂદી પડ્યો. વધ્યે જતાં મોજાં વચ્ચે બેદરકારીથી હીંચતી બુલબુલને તેણે ઝાલી લીધી, અને અત્યંત બળથી તેને પાણીની બહાર ખેંચી લાવ્યો. બુલબુલનું ભાન જતું રહ્યું હતું.

દરિયામાં ડૂબી આપઘાત ઇચ્છતી આ અંધ યુવતીને પાણીમાંથી ઊંચકી પેલો માણસ તેને એક સ્થળે લઈ ગયો. તેનાં ભીનાં કપડાં દૂર કરી ગરમ વસ્ત્રોમાં તેને લપેટી, અને અનેક જાતની માવજત કરી તેને સચેતન બનાવી.

ભાન આવતાં જ બુલબુલ બોલી ઊઠી :

‘મને મરવા પણ ન દીધી ?'

પેલા પુરુષે બુલબુલની ગઝલના ચરણનું ઉત્તરાર્ધ જવાબમાં આપ્યું :

બેઅઝલ આયે મરા જાતા નહિ !

ક્ષણભર સ્તબ્ધ બની અંધ બાળા બોલી :

'મને આંધળીને - નિરાધારને જિવાડી શું કરશો ?'

‘તારું ગીત સાંભળીશ. તારો અવાજ સાંભળ્યા પછી તને મરવા દેવાય એવું હતું જ નહિ.'

પાણીમાં ઊભા રહી તેણે ગઝલની એક લીટી ગાયેલી યાદ આવી અને તે પોતાના સંગીતને દોષ દેવા લાગી.

'ઠીક, પણ હું કોણ છું તે તમે જાણો છો? એ જાણશો તો પછી મને એક ક્ષણભર પણ તમારા ઘરમાં નહિ રહેવા દો.' સંતાપથી બુલબુલે થોડી વારે જણાવ્યું.

પેલા પુરુષે હસીને જવાબ આપ્યો :

'જો, છોકરી ! તું કોણ છે એ જાણવાની મને જરા પણ દરકાર નથી. ને મારા ઘર વિષે તું જરાયે ઊંચો જીવ ન કરીશ. મારે ઘર નથી, હું ઘર ચલાવતો નથી; હું તો ફક્ત મુસાફરખાનું રાખું છું.'

બુલબુલને નવાઈ લાગી. હિંસક માનવીઓથી ભરેલા જગતમાં આવો પરોપકાર પણ છુપાઈ રહ્યો છે એ તેને અત્યારે સમજાયું. તેની આંખમાંથી આંસુ ઊભરાઈ આવ્યાં. આંખ વિનાની આ અબળાનાં વહી