૩૩
કેળવણીના પુનર્ઘટનની જરૂર
શ્રીમતી આશાદેવી નીચેના રસપ્રદ આંકડા મોકલે છેઃ
"બિહારના ચંપારણ જિલ્લાના એક નાનકડા વિભાગની પાયાની કેળવણીની ૨૭ શાળાઓએ ૧૯૪૨ની સાલના એપ્રિલ માસમાં ત્રણ વરસ પૂરાં કર્યાં. આ શાળાઓનો ૧૯૪૧-૪૨ સાલનો પહેલી, બીજી તથા ત્રીજી શ્રેણીનો વાર્ષિક આલેખ પાયાની કેળવણીમાં કામ કરનારાઓ માટે પ્રોત્સાહક અભ્યાસ થઈ પડે એમ છે. પાયાની કેળવણીના માસિક પત્ર नइ तालीमમાં એ આલેખ વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. પાયાની કેળવણીના વિકાસમાં રસ ધરાવનારાઓને માટે એની મહત્વની હકીકતોનો ટૂંક સાર અહીં આપીએ છીએ.
આ ૨૭ શાળાની પહેલી, બીજી તથા ત્રીજી શ્રેણીની સરેરાશ હાજરી અનુક્રમે ૭૦,૭૬ અને ૭૯ ટકા છે, તથા એ દરેક શ્રેણીની વ્યક્તિગત સરેરાશ કમાણી અનુક્રમે ૦-૧૧-૦, ૨-૪-૨ અને ૬-૧-૧ છે. પહેલી શ્રેણીના ૩૯૦ વિદ્યાર્થીઓ (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૦,૨૬૪ કલાક કામની એકંદર કમાણી રૂ. ૨૬૭-૭-૬ છે; બધી શાળાઓના બીજી શ્રેણીના ૩૫૬ વિદ્યાર્થીઓની (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૯,૦૮૨ કલાકના કામની એકંદર કમાણી રૂ. ૮૦૪-૧૩-૮ છે; તથા ત્રીજી શ્રેણીના બધી શાળાના ૩૧૯ વિદ્યાર્થીઓની (આ સંખ્યા સરેરાશ હાજરી અનુસાર મુકરર કરવામાં આવી છે) કુલ ૧૪,૩૬૨ કલાકના કામની કમાણી રૂ. ૧,૯૩૫-૧૪-૧૧ છે. એટલે ૧,૦૬૫ બાળકોની આખા વરસની એકંદર કાણી રૂ. ૩,૦૦૭-૫-૧ થઈ. આ શાળાઓના ત્રીજી શ્રેણીના વિદ્યાર્થીની વધુમાં વધુ વ્યક્તિગત કમાણી રૂ. ૧૫-૧૨-૦, બીજી શ્રેણીના વિદ્યાર્થીની રૂ. ૬-૨-૦, અને પહેલી શ્રેણીના વિદ્યાર્થીની રૂ. ૨-૧૦-૧ થઈ.ત્રીજી શ્રેણીના વિદ્યાર્થીની રેંટિયા ઉપર વધુમાં વધુ ઝડપ કલાકે ૪૮૦ તાર અને તકલી ઉપર ૨૮૧ તાર, બીજી શ્રેણીના વિદ્યાર્થીની રેંટિયા ઉપર