પૃષ્ઠ:Payani Kelavani.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રસ ઉત્પન્ન કરવાનું છે. નવી તામીમ અપૂર્ણ માણસોને સંપૂર્ણ બનાવે છે.

આથી હું ખેતીથી શરૂઆત નથી કરતો; પણ કેળવણીમાં આકહરે એ આવી જ જાય છે, તેના સિવાય ચાલતું નથી. ફળને શાકભાજીની ખેતીમાં તો બુદ્ધિને પણ સારી કેળવણી મળે છે. છોકરા છોકરીઓને માટે ઘઉં તો પકવવાના છે જ, તેમણે દૂધ પણ આપવાનું છે. આ બધું કામ જૂની પ્રણાલી પ્રમાણે નહીં થઈ શકે. તાલીમનું ક્ષેત્ર બહુ વિશાળ છે. તેણે આખા જીવનનો સવાલ ઉકેલવાનો છે. નવી તાલીમનો શિક્ષક ઊંચા દરજ્જાનો કારીગર હશે. ગામડાનાં છોકરાં સ્વાભાવિક રીતે ગામડાંમાં જ રહેશે અને શિક્ષક સાથે મળીને પોતાને આવશ્યકા બધી વસ્તુઓ પેદા કરી લેશે. આમ સૌને મફર કેળવણી મળશે.

આજે હિંદુસ્તાનની સ્થિતિ એવી છે કે, ગામડમમાં જે ફળ ને શાકભાજી થાય છે તે ગામડાના લોકો ખાતા નથી. ત્રાવણકોરનામ ગામડામાં નારિયેળ થાય છે, પણ ત્યાંના લોકો તે ખાઈ શકતા નથી. બધાં નારિયેળ એક ઠેકાણે ભેગાં કરીને શહેરમાં મોકલી દેવામાં આવે છે. નવી તાલીમની શાળાઓ ઊઘડશે ત્યાં પહેલાં ત્યાંના લોકો નારિયેળા ખાશે, પછી બહાર મોકલશે : ફળ પહેલાં ગામના લોકો ખાશે પછી બીજા ખાશે. આજે આપણે જેમાંથી વધારેમાં વધારે પૈસા મળે એવી કહતી કરીએ છીએ; જેમ કે તમાકુ, કપાસ, ગળી વગેરે. નવી તાલીમા મુજબ કેળવાયેલાઓ જીવનને માટે જરૂરી વસ્તુઓ પકવશે.

કોંગ્રેસની રચનાત્મક સમિતિ

ઝાકિર સાહેબ : અખિલ હિંદ કોંગ્રેસ તરફથી એક રચનાત્મક સમિતિ નીમવામાં આવી છે. તેના સભ્યો આર્યનાયકમ, જાજૂજી, કુમારપ્પા, શંકરરાવ દેવ, જુગલકિશોર, નિર્મળબાબુ, જયરામદાસ દોલતરામ અને સુછેટા કૃપલાની છે. આ સમિતિની એક બેઠક અલહાબાદમાં યોજાઈ હતી. તેમાં એમ ઠરાવવામાં આવ્યું છે કે, દરેક પ્રાંતના એક સુસંગઠિત વિસ્તારમાં એક અધ્યાપન મંદિરઅને એક પાયાની કેળવણીની શાળા તાલીમી સંઘ તરફથી જ ચલાવવામાં આવે.

જાજૂજી : એક કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એ કાર્યક્રમા અનુસાર એમ નક્કી કરવામાં આવ્યું છે કે , પ્રાંતિક કોંગ્રેસા સમિતિ

૧૫૨