પૃષ્ઠ:Payani Kelavani.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિક્ષક ઇતિહાસ ભૂગોળ જેવા સહેલા ને રસિક વિષયો શીખવતાંય શિષ્યોને બોજારૂપ લાગે છે. કામનાં શિક્ષક હસતઆં ખેલતાં તેમન શિષ્યોને ઉદ્યોગ શીખવે છે એ મેં નજરે જોયું છે. એવા શિક્ષકો ક્યાંથી કાઢવા એવું તો કોઈ નહીં કહે. અમુક વસ્તુ કરવા યોગ્ય છે તે માન્યા પછીએ કરનારાઓ તૈયાર કરવા એ તો સહેજે માનનાર વ્યક્તિ કે સંસ્થાનો ધર્મ થઈ પડે છે. એવા શિક્ષકોને તૈયાર કરત કંઈક વખત જશે જ. આજનું અયોગ્ય શિક્ષણ ઘડતાં, તેને શિક્ષકો તૈયર કરતાં જેટલો સમય ગયો તેનો સતાંશ પણ આમાં નથી લાગવાનો. ખરચ તો પ્રમાણમાં થોડું જ લાગશે. જો મારા હાથમાં શહેર સુધરાઈ હોય તો હું તો મારી કલ્પનામાં થોડીઘણી પણ શ્રદ્ધા રાખનાર શિક્ષણશાસ્ત્રીઓની નાની સમિતિ નીમી તેઓની પાસેથી એક માસની અંદર યોજના માંગુ ને તેનો અમલ શરૂ કરી દઉં. આમાં એ માન્યતા અવશ્ય આવી જાય છે કે, મને એ કલ્પનાની શક્યતા અચલિત શ્રદ્ધા છે. પારકી શ્રદ્ધાથી આજ લગી કોઈ સારાં ને મહાન કામ નથી થયાં.

પ્રશ્ન એક રહે છે. કયા ઉદ્યોગ શહેરોમાં સગવડ પૂર્વક કરીશકાય ? મારી પાસે તો ઉત્તર તૈયાર જ છે. હુ જે ઈચ્છું છું તે ગામડાંઓનું બળ. આજ ગામડાં શહેરો સારુ નભે છે, તેની ઉપર નિર્ભર છે. આ અનર્થ છે. શહેરો ગામડાં ઉપર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાં માંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગમડાંને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થ શાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાઅકોના ઇદ્યોગ ગામડાંના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઈએ, આમ થવા સારુ મને જ અત્યારે સૂઝે છે એ તો પીંજણથી માંડીને કાંતણ સુધીના ઉદ્યોગો છે. આજે પણ એવું તો કંઈક થાય જ છે. ગામડાં કપાસ પૂરો પાડે છે અને મિલો તેમાંથી કપડાં વણે છે. આમાં આરંભથી અંત લગી અર્થનો નાશ કરવામાં આવે છે. કપાસ જેમ તેમ વવાય છે. જેમ તેમ વિણાય છે, ને જેમતેમ સાફ થાય છે. એ કપાસનેખેદૂત ઘણી વાર ખોટ ખાઈને રાક્ષસી જિનોમાં વેચે છે. ત્યાં તે બીજથી છૂટોપડી કચરાઈ, અધમૂઓ

૩૦