જવાબદાર છે?’ પિતાની વાસનાવૃત્તિને સંતોષવા ગાદી પરનો પોતાનો હક્કનો ત્યાગ કરવાની પ્રતીજ્ઞા લઈને મહારાજાને ભલે સંતોષ દીધો, પણ હસ્તિનાપુરની પ્રજાને તો દગો જ દીધો છે ને?’
‘પણ હવે શું? ભૂતકાળની ક્ષતિઓને યાદ કરવાથી વર્તમાન સુધરી શકતું નથી. હવે વર્તમાનનો જ વિચાર થવો જોઈએ.’
દેવવ્રતે નિશ્ચય કર્યો, પોતે ગાદીપતિ નથી, ને વહીવટીધુરા ઉપાડવાની પોતાને કોઈ વાત પણ કરી નથી, છતાં પોતે જાતે થઈને વહીવટી જવાબદારી ઉપાડવા તૈયાર થયો. તેણે જ ચિત્રાંગદને કહ્યું, ‘રાજન્ ! તમે નવા છો. રાજ્યના પ્રશ્નોથી પણ તમે ઘણાં ભાગે અજ્ઞાત પણ છો, એટલે આપણા પિતાનું રાજ્ય સલામત રહે, પ્રજા સંતોષપૂર્વક શાંતિથી રહે, ને કોઈ આક્રમણખોર તેની દુષ્ટ નજર હસ્તિનાપુર પર નાખી શકે નહિ તે માટે વહીવટની જવાબદારી હું સંભાળું તો ?’
ચિત્રાંગદ દેવત્રતની તત્પરતાથી પ્રસન્ન થયો. તેણે દેવવ્રતની માંગણીનો સ્વીકાર કરતાં કહ્યું, ‘મોટાભાઈની સહાયતા ને પીઠબળ મને જરૂરી છે. તમારી સલાહ પણ અનિવાર્ય છે. હું જાતે જ તમને પ્રાર્થના કરવાનો હતો, પણ તમે જાતે થઈને જવાબદારી સંભાળવાની તત્પરતા બતાવી એથી મારો મનોબોજ હળવો થયો.’
જ્યારે સત્યવતીએ આ વાત જાણી ત્યારે તેના હૈયાનો ઉમળકો વધી પડ્યો. તેણે દેવવ્રતને બોલાવીને ગદ્ગદ કંઠે કહ્યું, ‘દેવવ્રત ! તારા જેવો પુત્ર મેળવીને હું ધન્ય બની છું. તેં મારો ઘણો જ ભાર હળવો કર્યો છે.’
દેવવ્રત પૂછી રહ્યો, ‘મા, શી હકીકત છે?’
‘વાહ, તું જાણતો નથી ?’ અજાયબી વ્યક્ત કરતાં સત્યવતી પૂછી રહી, ‘ચિત્રાંગદના વહીવટને યશસ્વી બનાવવાની તારી ચિંંતા ને તત્પરતાથી હું પ્રસન્ન થઈ. મારી પણ એ જ ચિંંતા