પૂછતો હતો. તેની દલીલ હતી, ‘તમે ગાદીપરનો તમારો હક્ક છોડી દીધા પછી તમારા વારસો એ હક્ક માટે દાવો કરી જ ન શકે એટલે જ માછીમારનો ભય અસ્થાને હતો. તમે પિતૃભક્તિમાં તરબતર હતા એટલે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી, પણ એ ઉતાવળો નિર્ણય હતો. તેને વળગી રહી જિંદગીને વેરાન બનાવવાની જરૂર નથી. તમે લગ્ન કરી જીવન સુખાનંદ માણો.’
દેવવ્રત જાણે કોઈ પોતાની સમક્ષ અકારણ બકવાસ કરી રહ્યું છે એવા ભાવ સાથે ગંભીરતાથી બેઠો હતો. કોઈ ભાવને વ્યક્ત કરવા માંગતો જ ન હતો.
દેવવ્રતના મૌનથી બકવાસ કરનાર પણ મૂંઝાતો હતો. પોતે દેવવ્રતના હિતની કેટલી વાતો કરી પણ દેવવ્રતે તેનો કોઈ પ્રતિભાવ દીધો જ નહિ એટલે તેનો ઉત્સાહ પણ ઠંડો પડતો હતો.
‘કેમ કાંઈ બોલતા નથી ?’ તેણે પ્રશ્ન કર્યો. ‘શું બોલું? તમારો બકવાસ સાંભળું છું.’ દેવવ્રતે જવાબ દીધો.
‘બકવાસ છે આ ? તમારા હિતની વાતને તમે બકવાસ કહો છો?’ થોડી ઉત્તેજનાથી બકવાસ કરનાર પૂછી રહ્યો, ‘હું તમને તમારી ભૂલ સમજવતો હતો. ભૂલ સુધારવાની તક દેવા માંગતો હતો.’
‘મારી ભૂલ નથી રાજન્ !’ દેવવ્રતે જવાબ દીધો, ‘મેં સત્યવતીના પિતા સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે. એ પ્રતિજ્ઞા મેં સમજપૂર્વક લીધી છે. તેનો અમલ પણ કરી રહ્યો છું.’
‘જાણું છું ભીષ્મ !’ બકવાસ કરનાર રાજને દેવવ્રતને ભીષ્મનું સંબોધન કર્યું ને કહ્યું, ‘તમે ગાદીત્યાગની પ્રતિજ્ઞાનું પાલન કરીને તમે ઘણો ભોગ દીધો, પણ લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવાની કોઈ જરૂર નથી. તમારા પોતાના સુખચેનને આમ છીનવી પણ લેવાય નહિ. માછીમારે એ સમજવું જોઈતું હતું, પણ તે ન સમજ્યો. પિતાના સ્વાસ્થ્ય માટે મત્સ્યગંધાને લઈ જવાની જરૂર હોવાથી તમે તત્કાલ એક જ ઉપાય અજમાવ્યો,