લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૯
 

પડ્ચા નથી ને ? ગંગાના નયનોમાં સતત તૂફાન કરતા પ્રેમના તૂફાનો શાંત થયા નથી ને? કે તમે પોતે ગંગાના દેહ લાવણ્યનો તેના પ્રેમનો પૂરતો ઉપયોગ કર્યાં પછી હવે શાંત થયા છો? હવે તમને ગંગાની જરૂર નથી એટલે તમે તમારા અમાત્યો જે તમારી પ્રજાને શાંત કરવા કુરુવંશ અને હસ્તિનાપુરની ગાદીના વારસ માટે મને દીધેલા વચનને ભંગ કરી રહ્યા છો?’

ગંગાના લાવણ્યમય ચહેરા પર રોજનો ઉલ્લાસ કે પ્રેમનો આવેગ ન હતો. તેના સ્થાને રોષની રેખાઓ જામી હતી.

‘ના પ્રિયે, હું ગંગાથી અલગ થવા ઇચ્છતો નથી. એટલે તો તમે સાત સાત પુત્રોની હત્યા કરી છતાં હું શાંત રહ્યો પણ હવે—’

‘હા, હા, કહો, તમે આઠમા પુત્રની હત્યા કેમ થવા દેતા નથી ?’ ગંગા ભ્રૂકુટિ ચડાવી પૂછી રહી ને પછી સ્પષ્ટતા કરતાં બોલી, ‘રાજન્‌, તમે કહો છો કે લોકો જાણે છે તે પ્રમાણે મેં આપણા સાત પુત્રોની હત્યા નથી કરી, પણ તેમને મુક્તિ દીધી છે, મારું એ કર્તવ્ય હતું.’

‘મુક્તિ ?’ શાન્તનુ ખડખડાટ હસી પડ્યો ને બીજી ક્ષણે શાંત ગંભીર થતાં બોલ્યો, ‘તરતના જન્મેલાં બાળકને જળસમાધિ કરાવી તે હત્યા નહિ, પણ મુક્તિ અપાવી કહો છો તમે?’ ને પ્રશ્ન કર્યો, ‘કોની મુક્તિ? નવજાત શિશુનો શો અપરાધ હતો કે તેને શિક્ષા કરવા જળસમાધિ કરાવી ?’

‘અપરાધ હતો. રાજન્, તમે જાણતા નથી પણ આ સાત અપરાધીઓને તેમને થયેલી શિક્ષા ભોગવ્યા પછી તેમને મુક્ત કરવાની મારી જવાબદારી હતી. મેં તેમને જળસમાધિ કરાવીને શાપમાંથી મુક્ત કર્યા !’ ગંગા જબાન ખોલતી હતી. જ્યારે તેણે શાન્તનુ પાસેથી વચન લીધું ને શાન્તનુના મહેલમાં વર્ષોં સુધી રહી, શાન્તનુના પ્રેમની તૃષા છિપાવતી રહી, ત્યારે પણ જે હકીકત તે શાન્તનુને કહેવા ઇચ્છતી ન હતી, જ્યારે પહેલાં બાળકને