લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૩૧
 

હાથ લંબાવીને કહી રહ્યો, ‘લાવો આ બાળક.’

‘ના, હવે આ બાળક મારી પાસે જ રહેશે.’ ગંગા બોલી.

‘પણ તમે એને જળસમાધિ દેવડાવશો ?’

‘ના. હવે આ બાળકને આપણા વિચ્છેદ પછી જળસમાધિ લેવડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું તેને મારી સાથે રાખીશ, આભ અને ધરતી વચ્ચે તેના જેવો કોઈ પેદા ન થાય તેવી તાલીમથી તેને નિપૂર્ણ બનાવીશ.’ બોલતાં બોલતાં ગંગાના હૈયામાંનું માતૃત્વ જાણે ઊછળી પડ્યું હોય એમ બાળકને હૈયાસરસો દબાવતાં બોલી, ‘મારો દેવવ્રત !’ પછી કહી રહી. ‘મારી વિદાય વેળા નજદીક આવતાં દેવવ્રત તમને સુપ્રત કરીશ, ત્યારે તે તમામ વિદ્યામાં નિપૂર્ણ હશે.’ ને સ્મિત વેરતાં પૂછી રહીં, ‘તમને વિશ્વાસ નથી આવતો ખરું ને, રાજન્?’ ને ઉમેયું; ‘સાત સાત બાળકોને જળસમાધિ કરાવી તે મારું કર્તવ્ય હતું જે પૂર્ણ કર્યું.’

‘કર્તવ્ય?’ શાન્તનુ પૂછી રહ્યો.

‘હા, રાજન્‌. મારું કર્તવ્ય મેં પૂર્ણ કર્યુ.’ ગંગા હવે જબાન ખોલતી હતી. તેણે કહ્યું : ‘એ સાત વાસુ વશિષ્ઠના ગુનેગાર હતા. વશિષ્ઠે તેમને શાપ દીધો, ને વાસુઓની પ્રાર્થનાથી વશિષ્ઠ તેમની મુક્તિ માટે મને ધરતી પર જવા કહ્યું. હું ધરતી પર આવી. વાસુઓની જનેતા બનીને જન્મતાં જ તેમને જળસમાધિ લેવડાવી. શાપમાંથી મુક્ત કર્યાં ને ફરી હાથમાંના દેવવ્રત તરફ નજર કરતાં બોલી, ‘દેવવ્રતને તો આ ધરતી પર જ રહેવાનું છે, એટલે તમે મને અટકાવી.’

ગંગાદેવી શાન્તનુ સમક્ષ હવે વિદાયની વેળાએ ભૂતકાળનો ઉલ્લેખ કરતી હતી.

‘તમને મારી વાતોથી આશ્ચર્ય થતું હશે નહિ ?’ ગંગાએ પૂછ્યું. ‘હા, આ બધી વાતો નવાઈ ભરી તો છે જ.’ શાન્તનુએ ગંગાના પ્રશ્નનો જવાબ દેતાં પૂછ્યું, ‘વાસુઓ વશિષ્ઠની ગાય નંદીનીને ચોરવા જાય, વશિષ્ટ તેમને શાપ દે, ને વળી તમને તેમની મુક્તિ