લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ ✽ પિતામહ
 

છે એટલે તો મંત્રી જાતે આવ્યા છે, એટલે તેની વાત પર મક્કમ હતો. તેણે તેની મૂળ વાતને દોહરાવતાં કહ્યું, ‘મારી દીકરીનો દીકરો ગાદીપતિ હોય તો જ દીકરીના માનપાન રહે. તેને કોઈ મુશ્કેલી ન પડે.’ ને દલીલના સમર્થનમાં બોલ્યો, ‘દેવવ્રત ગાદીપતિ હોય તો ભલે બધું જ સાચવે પણ રાજમહેલમાં દેવવ્રતની પત્નીનું જ સામ્રાજ્ય હોય ને ? મારી દીકરીને પણ તેની જ ઇચ્છા પ્રમાણે જીવવાનું ને? મારા ભાણાએ પણ દેવવ્રતની મરજી પ્રમાણે જ જીવી શકે ને ?’ ઉત્તેજીત સ્વરે બે હાથ લંબાવી મંત્રીને કહી રહ્યો, ‘ના બાપા ના, ભલે કોઈ ગરીબને પરણે, પણ જિંદગી નિરાંતભરી તો ખરી જ ને ?’

‘આ બધી કલ્પના અર્થહીન છે, થોડી સમજ બતાવ !’ મંત્રીએ કહ્યુ ને ઉમેર્યું, ‘મહારાજા તેમની પ્રિયતમાના ભાવિ વિષે જોગવાઈ ન કરે એમ માનવાનું કોઈ કારણ નથી. મહારાજા તારી દીકરીને તેના દીકરાઓનાં સ્થાન, સુખ, સલામતી માટે બધી જરૂરી જોગવાઈ કર્યાં વગર રહે જ નહિ એટલો તો વિશ્વાસ રાખ ભલા.’

‘વિશ્વાસની વાત નથી બાપા !’ માછીમારે જવાબ દીધો ને પૂછ્યુંં, ‘જે કાલે કરવાની વાત છે તે આજે કેમ ન થાય ?’

‘આજે શું થાય ? દેવવ્રતના હક્ક પર ત્રાપ મારે ?’ મંત્રીના શબ્દોમાં પણ હવે રોષ હતો. તેણે કહ્યું, ‘દેવવ્રત કાલે યુવરાજ બનશે. મોટો દીકરો જ ગાદીવારસ હોય, નાના દીકરાઓને પણ રાજકાજમાં યોગ્ય સ્થાન જરૂર મળે પણ તેઓ ગાદીપતિ તો ન જ થઈ શકે.’

‘તો કાંઈ નહિ બાપા !’ માછીમારે કહ્યું. ‘હું ક્યાં મહારાજ સાથે મારી દીકરી પરણાવવા તેમની પાસે પ્રાર્થના કરવા ગયો છું ? માગું તો મહારાજાએ કર્યું છે ને? તેમને મારી માગણી મંજૂર ન હોય તો ભલે મારી દીકરીના નસીબમાં હશે તે બધું જ મળી રહેશે.’

મંત્રી પણ લાચાર હતો. માછીમારના હઠાગ્રહ આગળ તે પણ