કરવી રહી.’
‘તમે જાતે થઈને ગાદી પરનો તમારો હક્ક છોડી દેવા તૈયાર છો?’
‘હા, સૂર્ય, ચંદ્ર, આકાશ ને ગંગાના પુનિત જળની સાક્ષીએ હું પ્રતિજ્ઞા લઉં છું કે હસ્તિનાપુરની ગાદી પર હવે પછી મારો કોઈ જ અધિકાર નથી રહેતો. હું તેનો સ્વેચ્છાએ ત્યાગ કરું છું.’
‘શાબાશ !’ દેવવ્રતની પ્રતિજ્ઞાથી પ્રસન્નતા અનુભવતો માછીમાર બોલી ઊઠ્યો.
‘હવે માને મોકલો, પિતાજી તેના દર્શનની ઝંખના કરે છે. ક્ષણે ક્ષણે તેમની તબિયત બગડતી જાય છે, વિલંબ ન કરો. તમારી શરત પૂર્ણ થઈને?’ દેવવ્રત દર્દભર્યાં અવાજે આગ્રહ કરતો હતો.
‘યુવરાજ, તમે તો ગાદીનો હક્ક છોડી દેવાની પ્રતિજ્ઞા કરી પણ—’ માછીમાર બોલતો હતો. તેને વચ્ચે જ અટકાવી દેવવ્રતે કહ્યું, ‘યુવરાજ ન કહો, દેવવ્રત યુવરાજ નથી.’ ને પછી પ્રશ્ન કર્યો, ‘પણ શું? તમે માંગી એ વાત મેં માન્ય રાખી. હવે બીજી કોઈ વાત બાકી છે?’
‘બાકી તો ઠીક, પણ તમે તો ગાદી પરનો હક્ક છોડી દીધો. પણ ભવિષ્યમાં ઝઘડો થાય તો ભાણાને ગાદી છોડવી પડે એવી સ્થિતિ પેદા થવી ન જોઈએ. ખરું ને ?’
‘ભવિષ્યમાં એવી સ્થિતિ પેદા થવાની સંભાવના જ ક્યાં છે?’
‘સંભાવના નહિ, પણ શકયતા તો છે જ !’ માછીમાર બોલ્યો.
‘કઈ શકયતા ?’ દેવવ્રત આશ્ચર્યથી પૂછતો હતો, ‘માનો દીકરો ગાદી પર હોય પછી તેને ઉઠાડી મૂકવાની તાકાત કોની હોય ?’ તેણે કહ્યું ને વિશ્વાસ દીધા. ‘દેવવ્રત જીવતો હોય ત્યાં સુધી તો કોઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી.’
‘સાચી વાત છે તમારી, તમે ગાદી પરનો હક્ક જવા દીધો