પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૦૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૦૧ કામમાં નીરસપણું આવેલું હોય છે. જો પરીક્ષા અને પ્રમોશન જેવું એની આંખ આગળ ન હોય, અને બીજી તરફ કેટલાએક ઉચ્ચ વૃત્તિના શિક્ષકો સામે કર્તવ્યનિષ્ઠા ન હોય, તો ખરેખર તેનાથી શીખવી શકાય જ નહિ. કારણ કે વર્ષોથી એનું એ કામ કરવું અઘરું છે. નવીનતા ન હોવાથી તાજગી રહેતી નથી. કંટાળાથી અકાળે ઘડપણ અને વિષય પ્રત્યે અપ્રીતિ આવે છે. ટૂંકમાં માણસ યંત્રવત્ વેઠ જેમ કામ કરે છે. તે કામમાં પોતાનો પ્રાણ રેડી શકતો નથી. પોતે પણ નિષ્પ્રાણ બને છે, અને કામ પણ જાતે ગમે તેવું સુંદર અને રસિક હોય તો પણ તેને માટે આયુષ્ય ક્ષય કરનારું બને છે. બીજી તરફ નવા આવેલા વિદ્યાર્થીઓના અભિલાષો પૂરા પડી શકતા નથી. ભણવામાં વિદ્યાર્થીઓ નવા છે પણ શિક્ષક તો જૂનો છે. વિદ્યાર્થીઓને મન ઈતિહાસ નવો છે પણ શિક્ષકને તો ઊંઘમાં પણ આવડે છે. આથી શિક્ષક ભણાવતી વખતે ખીલી નથી શકતો. મારા વિદ્યાર્થીઓને હું નવું-નવું આપું, તેવો ઉત્સાહ તેને નથી રહેતો. નવું-નવું આપતાં જે બુદ્ધિનો આનંદ અને અંતઃકરણની તૃપ્તિ થાય છે, તે પણ નથી થતાં. એની એ સાલવારી અને એની એ નદીઓ ! શિક્ષક ખુરશીમાં પડે છે; ‘‘જાણી લાવો.’’ ‘‘કરી લાવો.’’ એમ કહે છે. મૉનિટર નીમે છે અને તેની મારફત કામ લે છે. ધડબડ ધડબડ લેસન લે છે. આવડે નહિ તેને વઢે છે કે મારે છે, કારણ કે ન આવડે તો શીખવવાનું કંટાળા ભરેલું કામ તેને કરવું પડે છે. બીજી તરફથી નવું શીખવવું ગમતું નથી કારણ કે તેને શીખવતાં કશું નવું કહેવાનું નથી; કશું નવું જાણવાનું અને તેનો આનંદ લેવાનું તેને મળતું નથી. હંમેશાનું થયું; વિદ્યાર્થીઓ બિચારા કયાં જાય અને કરે શું ? આમ જ ભણાતું