પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૧૬
 

૧૧૬ પ્રાથમિક શાળામાં શિક્ષક ગામડામાં શિક્ષક ગામડાની શાળાઓમાં ઘણી વાર એક જ શિક્ષક હોય છે. વખતે આસિસ્ટન્ટ હોય છે ને વખતે નથી હોતો. that thousand શિક્ષક એક હોય છે પણ વર્ગ એક નથી હોતો. એક શિક્ષકને આખી શાળા ભણાવવાની હોય છે; અને આખી શાળા એટલે એકડિયાથી કે સાત અગર પાંચ ધોરણો સુધીનું ભણતર. આવી સ્થિતિ હોવાથી ગામડામાં જઈને શિક્ષક થવું બહુ આકરું છે. જો શિક્ષકને દમ મારીને કે વખતે ઠોંઠ ટાપલી કરીને વ્યવસ્થા રાખવાનો અધિકાર ન હોત, જો ગામના માણસોને ભણાવવામાં બિલકુલ શ્રદ્ધા ન હોત, જો ઊલટાં માબાપો કહી જતાં ન હોય તે ‘‘માસ્તર સાહેબ, આને જરા પુષ્પાંજલિ કરજો પણ ભણાવજો.’’ તેમજ જ જો શિક્ષક પાસે ગોખાવીને ભણાવવાની પરંપરાની રીત ન હોત, તે એ રીતે ભણાવ્યા પ્રમાણે પરીક્ષા ન થતી હોત, તો શિક્ષકને ગામડાની શાળામાંથી જીવ લઈને નાસવું પડત. પણ આ રીતે ચલાવવી પડતી શાળા અને તેમાં થતું શિક્ષણ એને આપણે શિક્ષણ ન કહીએ. ત્યાં વિદ્યાર્થીઓ લખતાં-વાંચતા શીખે, દાખલા શીખે, ઈતિહાસની સાલવારી મોઢે જાણે ને બહુ તો નકશામાં નદીઓના લીંટા અને પર્વતોનાં ચિત્રો બતાવે. દેશની મોટી વસ્તી ગામડામાં રહે અને ગામડાનું શિક્ષણ એટલે આવું, એનો અર્થ શિક્ષણનું મૃત્યુ-જીવનનું મૃત્યુ-દેશનું મૃત્યુ ! આ બધા મૃત્યુમાં એક રીતે જોઈએ તો શિક્ષકનું મૃત્યુ અને બીજી રીતે જોઈએ તો શિક્ષકને મા. જૂની ઘરેડ પ્રમાણે