પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૯
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૪૯ કોઈક નવીનતા કરી બતાવીશું ત્યારે જ એની આંખ ઊઘડશે. સામાજિક દુ:ખો પેઠે ખાતાની કસોટીમાંથી પણ પસાર થવું. કેટલાક વિચારે છે કે ‘‘હવે શું ? બહોત ગઈ ને થોડી રહી. હવે તો ચાલે છે એમ ચાલવા દેવું. પરંતુ એ ધારણા બહુ જ ભૂલભરેલી છે. જ્યારથી સમજાય ત્યારથી જ સારા કામની શરૂઆત કરી દેવી જોઈએ. બાકીનાં વર્ષો સરસ રીતે ગાળી જીવન હાંસલ કરીએ એનો હિસાબ આપણને પુનર્જન્મમાં પણ જરૂર મળશે જ. આમ ખરો ધર્મ સમજાશે ત્યારે રાજાનાં અને મોટા લોકોનાં છોકરાંને નિશાળે આવવાની ફરજ પડશે. આમ જ બધા કિલ્લા સર કરીશું, તો દુનિયા કયાં જશે ? માણસાઈ આવશે તો બધું આવશે. મુખ્ય વાત ઉત્સાહ, ઉદ્યોગ, ત્યાગવૃત્તિ ને ધંધાનું ગૌરવ એ છે. કુંભારોનેય એના ધંધા માટે ભારે માન હોય છે એ જોઈ જ્યારે કોઈ ધંધાના અભિમાન વિનાનો શિક્ષક જોઉં છું ત્યારે મને તેની સામે ચીડ ચડે છે. યોગ્ય અભિમાને જાતને ઓળખીએ તો જ ધંધાને વધારી શકીએ. આપણે પણ આપણા ધંધાને માટે માન રાખી આપણી જાતને ઓળખતા થઈ જઈએ, તો આપણો ધંધો જરૂર સુંદર બની રહે.