પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૬૦
 

૬૦ પ્રાથમિક શાળામાં શિક્ષક પર લખાયેલાં તમામ પુસ્તકો વાંચી જવાં જોઈએ; પરિણામો નોંધવા જોઈએ, અને નવીન માર્ગ કાઢવો જોઈએ. પાટી ઉપર ક ઘૂંટાવ્યો અને મોંપાટ બોલાવી એટલે છ બાર મહિને બાળકને અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન થઈ જશે જ, આવી માન્યતા નુકસાનકારક છે. બાળકો તો ગમે તે શીખે, પણ આપણે કઈ પદ્ધતિથી શીખવીએ તો બાળકોને કંઈ પણ નુકસાન ન થાય અને બાળક સ્વાભાવિકપણે શીખે, તે જાણવા માટે આપણે અભ્યાસ અને અનુભવની જરૂર છે. શિક્ષક હંમેશનો વિદ્યાર્થી હોય તો જ તે સારો શિક્ષક થઈ શકે છે. વિષયજ્ઞાન સાથે જ પદ્ધતિનું જ્ઞાન પણ જોઈએ જ. ઉપર કહ્યું તેમ ગમે તે સાચી ખોટી પદ્ધતિથી બાળક શીખવાનું જ; પણ તેમાં તેની શક્તિનો કેટલો હ્રાસ થાય તેનો જ વિચાર કરવો ઘટે છે. આજે અક્ષરજ્ઞાન આપવાની પદ્ધતિ કેટલી બધી ખરાબ છે તે આપણે જોઈએ. બાળકને અક્ષર ઘૂંટાવીને કે અક્ષરનું પતાકડું બતાવીને કે અક્ષર સાથે ચિત્ર બતાવીને કે અક્ષરના ભાગો એકઠા કરીને એટલે કે ખંડપદ્ધતિએ અક્ષર આપવાની રીત ચાલે છે. હાથના સ્નાયુઓ કલમ થોભવા માટે તૈયાર થાય તે પહેલાં તેની પાસે અક્ષર ઘૂંટવાની ક્રિયા કરાવાય છે. જેમ જનાવર મોટું થાય તે પહેલાં તેની પાસે ભાર ઉપડાવે તો તે જનાવર ગળી જાય છે, શોષાઈ જાય છે, તેમ જ અકાળે એટલે સ્નાયુઓનો વિકાસ થયા પહેલાં અક્ષર ઘૂંટવાની ક્રિયા કરાવવાથી બાળકની શક્તિ શોષાઈ જાય છે, મરડાઈ જાય