પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને સાધુ સાધ્વીજી બિરાજતાં હોય તો તેમની પાસે જઈને નીચેની ગાથા બોલી ત્રણ વખત ઊઠ બેસની વંદના કરવી.

સાધુ વંદે તે સુખીયા થાય, ભવોભવનાં પાતક જાય; ભવ ધરીને વંદે જેહ, વહેલો મુક્તિમાં જાશે તેહ ભૂજો ભૂજો કરીને ખમાવું, બે કર જોડી શીશ નમાવું; તમે મુક્તિ જવાના છો કામી, વંદન કરીએ સિમંધર સ્વામિ.

૩૩. છઠ્ઠા ખામણા

છઠઠા ખામણાં શ્રાવક શ્રાવિકાને

છઠ્ઠા ખામણાં અઢી ધ્વીપ માંહે સંખ્યાંતા, અઢી ધ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાજીઓને કરૂં છું. તે શ્રાવકજી કેવા છે.

હુંથી તમથી, દાને, શીલે, તપે, ભાવે ગુણે કરી અધિક છે, બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પોષાના કરનાર છે, સમકિત સહિત બાર વ્રતધારી અગિયાર પડિમાના સેવણહાર છે, ત્રણ મનોરથના ચિંતવનાર છે, દુબળા પાતળા જીવની દયાના આણનાર છે, જીવ અજીવ આદિ નવ તત્વના જાણનાર છે, એકવીશ શ્રાવકજીના ગુણે કરી સહિત છે, પરધન પથ્થર બરાબર લેખે છે, પર સ્ત્રી માત બેન સમાન લેખે છે,