પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરપાસંડ સંથવો - બીજા પાખંડીનો સમાગમ પરિચય કર્યો હોય

એમ સમકિતરૂપી રત્નને વિષે મિથ્યાત્વરૂપ રજ, મેલ, દોષ લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં

૬. પહેલું અણુવ્રત

(સ્થૂલ - પ્રાણાતિપાત-વેરમણ વ્રત)
મોટી જીવહિંસાનો ત્યાગ
(આત્માનો ગુણ અહિંસક હોય છે. ક્યારેક તે ભાવથી ભ્રષ્ટ થઈ હિંસકભાવ ઉત્પન્ન કરી, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરી જે કર્મો બાંધે છે, તે તોડી અમરપદનું રક્ષણ કરવા માટે ત્રસ જીવોની હિંસા નહિ કરવા સંબંધે)

પહેલું - પહેલું
અણુવ્રત - નાનું વ્રત [૧]

  1. જૈન સાધુ સાધ્વીજીને મન વચન કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ તથા અનુમોદવી નહિ, એમ નવ કોટિએ આજીવન પચ્ચક્ખાણ હોય છે. તેથી તેઓ દ્વારા લેવાતા વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને મન-વચન-કાયાથી ત્રસજીવોની હિંસા અક્રવી નહિ, કરાવવી નહિએમ છ કોટિએ પચ્ચક્ખાણ હોય છે. તેથી શ્રાવક શ્રાવિકાઓના વ્રતોને અણુવ્રતો કહેવાય છે.