પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તથા સુક્ષ્મ એકેંદ્રિય - પણ હણવાના પચ્ચકખાણ[૧]
જાવજ્જીવાએ - જીવું ત્યાં સુધી
દુ વિહં - બે કરણે
તિ વિહેણં - ત્રણ જોગે કરી
ન કરેમિ - હું પોતે (ત્રસજીવોની)હિંસા કરૂં નહિ
ન કારવેમિ - અને બીજા પાસે (ત્રસજીવોની) હિંસા કરાવું નહિ
મણસા - મને કરી
વયસા - વચને કરી
કાયસા - કાયાએ કરી [૨]
એહવા પહેલા - એવા પહેલા
થૂલ પ્રાણાતિપાત - મોટા જીવની હિંસાથી
વેરમણં વ્રતના - નિવર્તવાના વ્રતના
પંચ અઈયારો - પાંચ અતિચાર
પેયાલા - પાતાળ કળશ સમાન મોટા
જાણિઅયવ્વા - જાણવા યોગ્ય (પણ)
ન સમાયરિયવ્વા - આચરવા યોગ્ય નહિ
તં જહા - તે જેમ છે તેમ
તે આલોઉં - કહું છું
બંધે - ત્રસ જીવને ગાઢે બંધને બાંધ્યા હોય
વહે - ત્રસ જીવને લાકડી પ્રમુખના પ્રહાર કર્યા હોય
છવિચ્છેએ - નાક, કાન, આસિ અવયવો છેદ્યાં હોય

  1. સૂક્ષ્મ એકેંદ્રિય જીવ આપણાથી માર્યા અમ્રતા નથી, હણ્યા હણાતા નથી, પણ પચ્ચક્ખાણ કર્યા ન હોય તો, ક્રિયા લાગે છે, તેથી આ વાક્ય બોલાય છે.
  2. એમ બે કરણે અને ૩ યોગે એટલે ૨ x ૩ = એમ ૬ કોટિએ