પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
પ્રતિમાઓ
 

ચૂવા, આસમાની બત્તીઓ, જેટલી બને તેટલી સામગ્રી લઈ આવ. એ હમણાં જ અહીં આવીને ઊભા રહેશે. એના સ્વાગતની તો કશી જ તૈયારી ઘરમાં નથી. તું જલદી જા.”

દાસી પણ ઘરમાં આગળપાછળ બેચાર આંટા મારીને શૂન્ય ચહેરે ઊભી રહી.

"કેમ ઊભી છે?”

"પૈસા ?”

"ઓ... હો!” ચુ-ચ-સેનને યાદ આવ્યું: “પૈસા નથી? કેટલા છે? ઠીક ત્યારે જા, ફક્ત અગરબત્તી જ લઈ આવ. જલદી લઈને આવ. એ હમણાં જ અહીં આવી પહોંચશે. એકલો ધૂપ જ કરશું.”

પરદેશી જતી વેળા પોતાના કામચલાઉ લગ્નની જે રકમ ચૂકવી ગયો હતો, તેમાંથી ત્રણ વર્ષનું ગુજરાન ચલાવ્યા પછી તે દિવસે સિલિકમાં ફક્ત ધૂપસળીઓ ખરીદવા જેટલા જ પૈસા રહ્યા હતા.

પછી તો એક બાજુ પોતે, બીજી બાજુ દાસી, ને વચ્ચે બાળક એમ ગોઠવાઈને ત્રણેય જણાં બારી ઉપર ઊભાં રહ્યાં. ચંદ્ર ઊગ્યો. સમુદ્ર જાણે ડોલર ફૂલોનો ભર્યો ભર્યો થાળ બની ગયો.

ચંદ્ર પણ આખરે આથમ્યો. પરોડિયું થયું ત્યારે બાળક અને દાસી ત્યાં બારી પાસે જ ઢળી પડ્યાં હતાં. ઊભી હતી એક ચુ-ચુ-સેન, સાગરના થાળમાંથી ડોલરના ફૂલહાર ખલાસ થયા અને પ્રભાતના પારિજાતકની છાબ છલકી, ત્યાં સુધી એ ઊભી જ રહી. | બાળકે જાગીને પૂછ્યું: “બાપુ કયાં?”

[7]

"દાસી !” તે દિવસના સંધ્યાકાળે પછી ચુ-ચુ-સેન ઘરમાં દોડી. છોકરાને ઉપાડ્યો. “દાસી, એ આવે છે. આવ્યા. તું કીકાને લઈને પાછળના ચોગાનમાં ચાલી જા. હમણાં આપણે એને કીકો દેખાડવો નથી. પછી અમે બેઉ બેઠાં હોઈએ, ને ત્યારે તું કીકાને લાવજે. એમના ખોળામાં જ બેસે હો ! એ ચકિત થઈ જશે.”