પૃષ્ઠ:Premanand Swami Lekhan.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓરા આવો છેલ

ઓરા આવો છેલ તમારું છોગલું જોઉં રે,
છોગલું જોઉં રે છેલા મારા મનમાં પ્રોઉં રે... ટે ક

છોગલું તારું અટક્યું મારા ઉરમાં આવી રે,
મોહન તારી મૂરનત મારા મનમાં ભાવી રે... ઓરા ૧

મુખતણે મરકલડે મુને ઘેલડી કીધી રે,
સામું જોઈ તમે શામળા શુધ બુધ લીધી રે... ઓરા ૨
શુધ ભૂલી શરીરની નદલ ક્યાંઈ ન ગોઠે રે,
મનડું વીંધ્ યું માહેરું નેણાની ચોટે રે... ઓરા ૩

એટલું તો હવે કરજો માણીગર માવા રે,
પ્રેમાનંદનાં નેણમાં રહો આવા ને આવા રે... ઓરા ૪