પૃષ્ઠ:Premanand Swami Lekhan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દરશન આપો રે હવે દીનબંધુ

દરશન આપો રે, હવે દીનબંધુ કરુણા કરી... ટેક

વદનકમળ દેખાડો અલબેલડા,
 હેરો અમૃત નજરે ભરી... દરશન ૧

દરશન વિના પળ જુગ સમ જાય છે,
 દી રાત જાયે રોતાં હરિ... દરશન ૨

દરશન દાને કરી દુઃખડાં રે ટાળો,
 દયાળુ દયા દિલમાં ધરી... દરશન ૩

પ્રેમાનંદ કહે જોઈ મુખ પંકજ,
 લટકાં ઉપર હું જાઉં મરી... દરશન ૪