પૃષ્ઠ:Premanand Swami Lekhan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મન વસિયો રે મારે

મન વસિયો રે મારે મન વસિયો
સહજાનંદ મારે મન વસિયો... ટેક
છેલ છોગાળો વ્હાલો અતિ મરમાળો
રંગભીનો રસનો રસિયો રે... ૧
હળવેશું વ્હાલો હેત કરીને
મુજ સામું જોઈને હસિયો રે... ૨
કસુંબલ પાઘ કેસરનો ભીનો
પીતાંબર કમરે કસિયો રે... ૩
પ્રેમાનંદનો નાથ છબીલો
સોળે કળા પૂરણ શશિયો રે... ૪