પૃષ્ઠ:Premanand Swami Lekhan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાય રે જીવન તારું

રાય રે જીવન તારું શે'ર અતિ સાંકડું રે,
  મારા હરિવરની હાથીડા ન માય રે,
    અક્ષરપતિ આવિયા રે... ટેક

રાય રે જીવન તારી બજાર્યું બહુ સાંકડી રે,
  રથ પાલખીને સાંકડ બહુ થાય રે... અક્ષરપતિ. ૧

રાય રે જીવન તારી શેરી બહુ સાંકડી રે,
  મારા હરિવરના જાનૈયા ન માય રે... અક્ષરપતિ. ૨

રાય રે જીવન તારી મેડી બહુ સાંકડી રે,
  મેડિયે અમર વેમાન અટકય રે... અક્ષરપતિ. ૩

રાય રે જીવન તારો માંડવો બહુ સાંકડો રે,
  મારા હરિવરની જાનરડી ન માય રે... અક્ષરપતિ. ૪

રાય રે જીવન તારે આંગણિયે ઊભા રહ્યા રે,
  ત્રિભોવનપતિ પરબ્રહ્મરાય રે... અક્ષરપતિ. ૫

રાય રે નીરખીને નેણાં શીતળ થયાં રે,
  તન મન પ્રેમાનંદ વારી જાય રે... અક્ષરપતિ. ૬