ઇહ ભવ ને પરભવ, સુખ સંપત્તિ દાતાર...૫
જ્યું ભીલ ને ભીલડી, રાજા રાણ થાય;
નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય;
રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ,
એક ભવ પછી લેશે, શિવ વધૂ સંજોગ... ૬
શ્રીમતી એ વળી, મંત્ર ફલ્યો તત્કાળ;
ફણિધર ફીટીને, પ્રગટા થઈ ફૂલમાળ;
શિવકુમારે જોગી, સોવન પુરુષો કીધ;
એમ એણે મંત્રે, કાજ ઘણાંના સિદ્ધ... ૭
એમ દશે અધિકાર, વીર જિણેસરે ભાખ્યો,
આરાધન કેરો, વિધિ જેણે ચિત્તમાં રાખ્યો;
તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાખ્યો,
જિન વિનય કરંતા, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૮
(ઢાળ આઠમી)
(દેશી : નમો ભવિ ભાવશું)
સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માત મલ્યાર તો,
અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર.
જયો જિન વીરજી એ... ૧
મેં અપરાધ ઘણાં કર્યા એ, તુમ ચરણે મહારાજ તો;
તુમ ચરને આવ્યા ભણી એ, જો તારે તો તાર.
જયો જિન વીરજી એ... ૨
આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો;
આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ?
જયો જિન વીરજી એ... ૩