પૃષ્ઠ:Purvalap.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યું ;
વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું ;
કરી નીચી હાવાં સજલ નયને એ નીરખતો,
છવાયેલું હર્ષે વદન દીસતાં હર્ષિત થતો.

સ્ફુરે લાવણ્યનું શું આ પરિવર્તન અંગમાં :
રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં !

શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી.
વર્ષા કેરાં વિમલ જલમાં નાચતી વા મૃણાલી;
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ,
બાલા તેવી બની ગઈ, ખરે અદ્‍ભૂત સ્પર્શથી જ !

વૃત્તાંત પૂર્વ સઘળું વીસરી ગઈ એ,
દ્રષ્ટવ્યમાં દ્વિગુણબદ્ધ હવે થઈ એ,
સ્નેહોર્મિથી સદયની થઈ આંખ ભીની,
જોતો રહ્યો સરલતા કચ સુંદરીની !

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી,
સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી;
ઠરે એવું જ્યોત્સનાભ્રમણ, ભ્રમણે ત્યાં અટકતો
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો !

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે :
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે !

🙝