પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૭. માનસસર Previous Next

અંતર ઊછળ્યું હો! સહસા ધૈર્ય ગળ્યું હો!

ક્ષોભ થયો વૃત્તિમાં અતિશય, તરંગ જબ્બર ચાલે : માનસસર મારું ડ્હોળાયું, ખૂબ ચલિત જલ હાલે : સ્થાનક ન મળ્યું હો! સહસા

હાય! વધે જલ, અલ્પ દીસે સ્થલ, છેવટ રે! શું થાશે? નાજુક પાળ, પ્રચંડ ભરાવો : હા! શી રીતે સમાશે? જલબલ ન ચળ્યું હો! સહસા

આવે ઉગ્ર ઉછાળા ઉપર, તોફાન ખરું જામે : નાનું સર, દેખાવ ભયાનક! શાથી સદ્ય વિરામે? પાછું ન વળ્યું હો! સહસા

રંગ ગયો બદલાઈ, ખરેખર નિર્મલતા પણ ઊડી! જલસેના ઊભરાવાં માંડી, પાળો પણ ગઈ બૂડી : સ્થળ સાથ ભળ્યું હો! સહસા

ઉપર થઈ ઢોળાય બધેથી મસ્ત ધોધવા દોડે : જંગ બરાબર થાતાં નિર્બલ પરિસીમાને તોડે : આખર ન કળ્યું હો! સહસા