પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૯. હિંદ પર આશીર્વાદ Previous Next

[રાગ વાગેશ્વરી]

ઉતારો જી અમ દેશે ઈશ્વર આશીર્વાદ. બાંધવ દેશ થયા જાગ્રત સૌ : એક રહી અમ દાદ! ઉતારો જી અમ દેશે ઈશ્વર આશીર્વાદ. શતકો વીત્યાં ભર નિદ્રામાં, કીધો પૂર્ણ પ્રમાદ; પૂર્વજની ઉજ્જ્વલ કીર્તિની ન કરી સાચી યાદ! ઉતારો

જીવનવિગ્રહને નવ સમજ્યા, કરતાં નિષ્ફળ વાદ : આજ કરી કરુણા નવ યુગનો નવલ સુણાવો નાદ! ઉતારો