પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

४८–आनंदमयी

નંદમયી દેવી બંગાળા પ્રાંતમાં ફરિદપુર જિલ્લામાં જપસા ગામના રહેવાસી પ્રસિદ્ધ કવિ અને સાધક લાલા રામગતિરાયની કન્યા તથા પયગ્રામના પંડિત કવીંદ્ર અયોધ્યારામની પત્ની હતી. તેનો જન્મ ઇ૦ સ૦ ૧૭૫૨ માં થયો હતો.

આનંદમયીએ પિતાની પાસે સંસ્કૃત અને બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ધર્મશાસ્ત્રમાં વિશેષ પ્રવીણતા મેળવી હતી. એક વિદુષી સ્ત્રી તરીકે તેણે ઘણી સારી ખ્યાતિ મેળવી હતી.

આનંદમયીની વિદ્વત્તા સંબંધી બેએક કથા પ્રચલિત છે. રાજનગરવાસી સુપ્રસિદ્ધ કૃષ્ણદેવ વિદ્યાવાગીશના પુત્ર હરિ વિદ્યાલંકારે આનંદમયીને એક શિવપૂજા પદ્ધતિ લખી આપી હતી. વિદ્યાલંકાર મહાશયની રચનામાં ભૂલ હતી. આનંદમયીએ બધી ભૂલો જોઈને વિદ્યાલંકારના પિતા વિદ્યાવાગીશ મહાશયને ઠપકા સાથે લખી મોકલ્યું કહ્યું કે, “પુત્રના વિદ્યાભ્યાસ ઉપર તમે બિલકુલ કાળજી રાખતા નથી.” સંસ્કૃત ભાષામાં વિશેષ પ્રવીણતા ન હોત, તો એવા વિદ્વાનની રચનામાં તે એ ભૂલો બતાવી શકત નહિ. એક સમયે રાજા રાજવલ્લભે પંડિત રામગતિ પાસે ‘અગ્નિષ્ટોમ’ યજ્ઞનું પ્રમાણ તથા એ યજ્ઞકુંડની આકૃતિનું વર્ણન પુછાવ્યું. રામગતિ (આનંદમયીના પિતા) એ વખતે પુરશ્ચરણ કરી રહ્યા હતા, એટલે એ નવા કામમાં હાથ ઘાલી શક્યા નહિ. કન્યાની પારદર્શિતા સંબંધે એમને પૂરી ખાતરી હતી, એટલે એમણે એ કામ એને સોંપ્યું. એ વખતે આનંદમયીએ યજ્ઞનું પ્રમાણ વગેરે લખી આપીને રાજાને મોકલી દીધું. રામગતિ એ વખતના ઘણા મોટા પંડિત હતા. તેમણે નિર્ણય કરેલું અગ્નિષ્ટોમ યજ્ઞનું પ્રમાણ વગેરે સૌથી શુદ્ધ હશે, એમ ધારીને તેની પાસે ખાસ માણસ મોકલ્યો હતો, પણ તેમણે તે એ કામ પોતે ન કરતાં પોતાની