પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

ચાણુરને યમપુરીનો માર્ગ દેખાડ્યો. એક બીજો મલ્લ-તોશળ-એની સામે લડવા ઉભો થયો. એની જોડે વળી કૃષ્ણ ભીડ્યા. એટલામાં રામે પણ મુષ્ટિકના પ્રાણ લીધા. એ જોઇને કૃષ્ણે તોશળને ઉંચકીને એવો પછાડ્યો કે પછડાતાં જ તે મરી ગયો.


કંસ-વધ

આ દેખાવ જોઇ કંસ આભો જ બની ગયો અને એકદમ બૂમ પાડી ઉઠ્યો કે આ છોકરાઓને અહીંથી હાંકી કાઢો અને નંદ-વસુદેવને શિક્ષા કરો. પણ એ બોલે એટલામાં તો કૃષ્ણ એના સિંહાસન પાસે જઇ પહોંચ્યા અને એને રંગમંડપમાં પછાડ્યો. તરત જ કંસના પ્રાણ ચાલ્યા ગયા. સભાગૃહ ચપાચપ ખાલી થવા લાગ્યું. કોઈ પણ ક્ષત્રિયે કંસની બાજુ લીધી નહિ. માત્ર કંસનો એક ભાઈ શ્રીકૃષ્ણ સામે ધસ્યો. બળરામે એને પૂરો કર્યો. રામ અને કૃષ્ણ દેવકી-વસુદેવ પાસે પહોંચ્યા અને એમનાં ચરણમાં પોતાનાં મસ્તક મૂક્યાં. જન્મ્યા ત્યારથી આજે જ માતા-પિતા પોતાના પુત્રોને મળ્યાં. જીવલેણ યુદ્ધમાંથી તે સહીસલામત ઉતર્યા હતા. એમના આનંદનો પાર રહ્યો નહિ. આઠે નેત્રોમાંથી લાંબા કાળના વિયોગની

૧૦૮