પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ

જોઇયે. રામના રોમેરોમમાં મહારાજપદ ઝળકી ઉઠે છે. એમના દરબારમાં ઉભા રહેનારને પોતા ઉપર અસત્ય, અપવિત્રતા કે અન્યાયનો વહેમ સરખો ન આવે એટલા શુદ્ધ થઇને જ જવું પડે. એ તો દિવ્ય કસોટી જ ઠરાવે. એમની ન્યાયવૃત્તિ પત્નીકે બન્ધુ કોઇને જુએ નહિ. એમની હૃદયમાં સ્વજન માટે અત્યન્ત પ્રેમ ખરો; એ પ્રેમને લીધે એ ભક્તને માટે લંકાધીશને મારવાને જેટલાં પુરુષાર્થ અને પરાક્રમ જોઇયે તેમાંથી રતિભાર પણ ઉણપ આવવા દે નહિ; પણ છતાં યે પ્રેમને વશ થઇ એ બધું કરે, તેના કરતાં રામ કર્તવ્યની - સત્ત્વરક્ષાની - ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા જણાય. એમના અન્તરમાં રહેલી ઉંડી પ્રેમની લાગણી ઉપરછલકા જોનારને માલમ પડે; અનેક વર્ષના નિકટ સહવાસથી જ એની પ્રતીતિ થાય. બીજાને તો એ નિઃપક્ષપાતી, ન્યાયી, ધર્મપ્રિય, આમ્ખને આંહી નાંખે એવા તેજસ્વી અને કડક શાસ્તા જ લાગે. ઘણા શબ્દોથી કે લાડથી એ પોતાનોપ્રેમ સામન્ય રીતે વ્યકત કરે નહિ, રામને આનન્દના આવેશથી અટ્ટહાસ્ય કરતા કોઇ સાંભળે નહિ, પણ પોતાનાં આશ્રિત જનોના

૧૭૨