પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કડવું ૬ રાગ મેઘમલાર

પ્રહસ્ત પ્રત્યે રાવણ બોલ્યો, કરી મોટું મન, મંત્રી;
હું કહું તેને આપો વહેંચી, રથ હસ્તી વાહન, મંત્રી.

વજ્ર થકી જે અશ્વ ઉપન્યા, ઈંદ્રે આપ્યા જેહ, મંત્રી;
પાંચશે ઘોડા લઈને આપો, ઈંદ્રજીતને તેહ, મંત્રી.

મહિષ મુખા તુરી સાત સહસ્ત્ર, ભેટ કીધા જમરાય, મંત્રી;
તે ઘોડા અતિકાયને આપો, અકાળ મૃત્યુ ન થાય, મંત્રી.

ગાંધર્વ જાતિના વિશ્વકર્માએ, આપ્યા સોળ હજાર, મંત્રી;
તે કુંભકર્ણ ઘેર મોકલો,વહે અયુત મણ ભાર, મંત્રી.

બે કોટી ઘોડા બળિરાજાનાં, ચાલે માયાની ચાલ, મંત્રી;
અંતરધ્યાનની વિદ્યા જાણે, તે જમાઈઓને આલ, મંત્રી.

પાંચ કોટી જે પાણી પંથા, વરૂણવાળા વીર, મંત્રી;
તે મોકલી દો દાસ સંગાથે, દોહીત્રને મંદિર, મંત્રી;

આઠ કૈટી અગ્નિના આપ્યા, ન દાઝે પાવકમાંય, મંત્રી;
તે બાણુ લાખને વહેચી આપો, જુદ્ધે સંગ લૈ જાય, મંત્રી;

નવ કોટી નવ નાગે આપ્યા, મૂકે વિષની જ્વાળ, મંત્રી;
તે ભાણેજોને વહેચી આપો, નર વાનરના કાળ, મંત્રી.

સમુદ્રના આપ્યા સપ્ત કોટી, જોતાં જળરૂપ થાય, મંત્રી;
તે સૌ પુત્રના પુત્રને આપો, લાડવાયા યુદ્ધે જાય, મંત્રી.

ત્રણ કોટી હીમાચળવાળા, મેરૂ વાળા કોટી તેર, મંત્રી;
એક કોટી ઝવેર ઝરેછે, કરી ગયા ભેટ કુબેર, મંત્રી. ૧૦

બાર કોટી મયદાનવ વાળા, જે માયાવી અપાર, મંત્રી;
ત્રિશ કોટી બ્રહ્માએ આપ્યા, જે કરે પવનનો આ'ર, મંત્રી. ૧૧

પંચાશ કોટિ સૂરજના આપ્યા, તેજ તણો ભંડાર, મંત્રી;
બેતાળીશ કોટિ મંત્રીને આપો, બે બે વે'ચી તુખાર, મંત્રી. ૧૨