પૃષ્ઠ:Rasbindu.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન લેખક : ૧૬૩
 

નહિ. પેલો ધનનો ઝબકતો વિભાગ ! વૈભવનો વિભાગ ! રોથ્સચાઈલ્ડ, રોકફેલર, કાર્નેગી, ફોર્ડ, નોબેલ, ક્રપ્સ.. અરે આપણા જ દેશના પ્રેમચંદ રાયચંદ, તાતા પિટિટ, બિરલા...વનના ડુંગરો ઉપસાવી એના ઉપર ઉભા રહી સહુનું ધ્યાન અને માન પામતા એ મહાન અર્થવીરો !

રોથ્સચાઈલ્ડે સહાય ન આપી એટલે નેપોલિયન હાર્યો... હિટલરને ક્રપ્સે ઘડ્યો.. રોકફેલર તથા કાર્નેગીએ વિદ્યા અને કળા વધાર્યાં...,પણ નાબેલના ડાઈનામાઈટે શું કર્યું ? એમણે સ્થાપેલાં વિદ્યાઆસનો -Chairsમાંથી સામ્રાજ્યવાદ, સરમુખત્યારવાદ, નાઝીવાદ જેવા માનવીની માનવતાને દાટી દેતા વિચારો અને આચારોનો જન્મ થયો, અને માનવજાતનો મોટા ભાગ – કાળો ભાગ ભૂખે મરતો બન્યો. એમના વિજ્ઞાનમાંથી વિનાશ પ્રગટ્યો – જે પૃથ્વી, પાણી અને આકાશમાંથી મોત – ભયંકર મોત ઉપજાવી રહ્યો છે !

અને ત્રણ પેઢીએ કુટુંબફેર થતી લક્ષ્મી ! લક્ષ્મીને પ્રસન્ન કરનાર પહેલી પેઢી તપસ્વીની કદાચ હોય – ધનતપસ્વીની; બીજી પેઢી ભોગોની હોય – લક્ષ્મીને દેહસુખનું સતત સાધન બનાવતી; ત્રીજી પેઢી નિર્માલ્ય કે રોગિષ્ટ દેહ તથા માનસ વિકસાવી લઇ, લક્ષ્મીનું વિસર્જન કરે છે !

‘ધનમહત્તા પણ મારે ન જોઈએ.’ સનાતને કહ્યું.

***

‘તો પછી કઈ મહત્તા તારે જોઈએ? મહતા એટલી મોટી છે કે એના પ્રકારો પસંદ કરવામાં જ તારી જિંદગી પૂરી થશે. સનાતનના હૃદયમાં વસેલા ડહાપણે કહ્યું. અને સનાતને ઝડપથી નજર ફેરવવા માંડી.

‘લોકોને મંત્રમુગ્ધ કરતો વકતા થાઉં ?’

ડિમોસ્થનીસ, સોસરો, પીટ, બર્ક, ગ્લૅડસ્ટન, બિસેન્ટ, સુરેન્દ્રનાથ ...એ મહત્તા માત્ર વ્યાખ્યાન પૂરતી જ ચાલે. આજે એ સર્વનામો ભુલાવા માંડ્યાં !

‘મુત્સદ્દી બની જગતને રમાડું ?’