પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
182
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 [કોઈ બોલ્યું કે મલુવા સતી નથી રહી. કોઈ કહે છે કે મુસલમાનનું અન્ન ખાવાથી એ વટલાઈ ગઈ છે. ત્રણ ત્રણ મહિના સુધી કાંઈ દીવાનના ઘરમાં ચોખ્ખાં બનીને રહી શકાય જ નહિ !]

વિનોદનો મામો મોટો ખાનદાન હતો ! એણે તો કહ્યું કે વિનોદ પણ ન્યાતબહાર ! નીકર કરે પ્રાયશ્ચિત ! અને બાયડીને કાઢે ઘરબહાર ! વિનોદે તો બ્રાહ્મણ પાસે પ્રાયશ્ચિત કર્યું.

પરાચિતિ કોરિયા બિનોદ, ત્યજે ઘરેર નારી,
આધારે લુકાઈયા, કાન્દે મલુવા સુન્દરી.

[પ્રાયશ્ચિત કરીને વિનોદે પોતાની નારી પણ તજી. અંધારે છુપાઈને મલુવા વિલાપ કરવા લાગી.]

કોથા જાઈ, કારે કઈ મનેર બેદન,
સ્વામીતે છાડિલો જદિ કિ છાડે જીબન.

[“ક્યાં જાઉં ? મનની વેદના કોને જઈ કહું ? સ્વામીએ છોડી, પણ કાંઈ જીવતર મને થોડું છોડવાનું છે !"]

પાંચેય ભાઈઓ બહેન પાસે આવ્યા; ચાલો, બોન, આપણે ઘેર. ત્યાં તને કોઈ જાતની તાણ નહિ આવવા દઈએ.

બાપે બુઝાય, ભાઈયે બુઝાય, ના બુઝે સુન્દરી;
બાહિર કામુલી હોઇયા આમિ થાકિબો સોવામીર બાડી.

[બાપે સમજાવી; ભાઈએ સમજાવી; પણ સુંદરી માનતી નથી. એ તો કહે છે કે હું સ્વામીને ઘેર બહારની ચાકરડી બનીને રહીશ !]

હે સ્વામી !

અન્ન જલ ના, નિતે ના પારિબો આમિ;
ભાલો દેઇખ્યા બિયા કોરો સુન્દરી કામિની.

[હું તમને અન્નજલ નહિ લાવી આપી શકું. માટે સારી સ્ત્રી જોઈને તમે પરણી લ્યો.]

નાતીલાઓએ મળીને ચાંદવિનોદને પરણાવ્યો.

મલુવા ધણીને ઘેર છાણવાસીદાં કરે છે, બુઢ્‌ઢી સાસુની સેવા-ચાકરી