પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપનું નામ
17
 

 લાગ્યા. લાડવાના તો જાણે મોટા ડુંગરા ખડક્યા.

અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહી મોહીને મલકે છે. આડ બળતા હતા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા તે જોઈને મહારાજે આંખો ચોળતાં ચોળતાં મીઠો મર્મ કર્યો : “મામા, હવે તો આંખ્યું બહુ બળે છે, હો ! આવડો બધો ધુમાડો ?”

“બાપા, આપની આંખ્યુંમાંથી પાણીડાં નીકળે એટલે જ ધુમાડે મને હજી ધરપત નથી !”

“કાં મામા ? હજી વળી શું બાકી રહ્યું છે ?”

“હજી તો, બાપ, દાટ્યું છે તે બહાર નીકળતું નથી !”

‘દાટ્યું’ શબ્દ સાંભળીને ચારણના કાન ચમક્યા.

“શું વળી દાટ્યું છે, મામા ?”

“બાપ, દુનિયાની અમૂલખ ચીજ : ત્રિલોકમાં ન મળે એવું નાણું.” સાંભળીને ચારણને મોઢે મેશ ઢળી ગઈ.

“ક્યાં દાટ્યું છે.”

“બાપ, બગડ નદીની વેકૂરમાં ધરબીને દાઢ્યું છે, એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે.”

“નીકળી ગયું ! મારા વાલા, નીકળી ગયું !” બોલતો ચારણ દોડ્યો; જઈને રાઘવનાં વારણાં લેવા મંડ્યો, અને ફાટતી છાતીએ દુહા બોલ્યો :

સંચીઅલ ધન સુમા તણું, નાણું નોંધ-પખે,
ફોળ્યું કે ફાંટે, રામાવાળું રાઘડા !

[હે રાઘવ ભમ્મર, કંજૂસ પિતા રામા ભમ્મરનું સંચેલ દ્રવ્ય તે ફાંટે ફાંટે કાઢીને ખરચી નાખ્યું.]

અને –

તળ ગોમતી તણે, તેં લઈ ચરુ ચડાવિયા,
(એમાં) ઢાંક્યા ધૂંવાડે, રાજાને તેં રાઘડા !

“મારા વા’લા ! તેં આજ બાપનું નામ ઊંડે દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું. અને એમાં અચંબો કેવો ? રાઘવ જેવો દીકરો બાપને ચાર જુગ