આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો, બારોટ! આવી સતી મારવાડમાં મળશે ?”
નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”
“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”
ચાંપો પોઢ્યો પારણે, એભલ અળવ્ય કરે.
મૂઇ મીણલદે, સોલંકણ સામે પગે.[7]
𓅨❀☘𓅨❀☘