પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
1945 'ફૂલછાબ'ના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યા. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક “માણસાઈના દીવા' લખ્યું.
1946 ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. “માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું.
1947 ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક “સોરઠી સંતવાણી પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી. માર્ચની 9મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.