પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લેખકનું નિવેદન


[ બીજી આવૃત્તિ ]


સાત વર્ષ પર લખાયેલી પહેલી આવૃત્તિમાં ઘણો કૃથો હતો તે કાઢી નાખ્યો છે. લખાવટ બીજી 'રસધારો'ની કક્ષામાં આણી છે. સુધારાવધારા કર્યા છે. પહેલી બે કથાઓનાં ૪૨ પાનાં નવીન ઉમેરેલાં છે. 'આઈ જાસલ' શ્રી જગજીવન કા. પાઠકની લખેલી કથા છે. આ આવૃત્તિમાં પણ એ રહેવા દેવા બદલ તેમનો આભાર માનું છું.

ઝ. મે.

કાર્તિકી પૂનમ : સં. ૧૯૮૭ ઝ. મે.

[ પહેલી આવૃત્તિ ]

'રસધાર'ના પ્રથમ ભાગની તારીફ કરનારાઓ તો મળ્યા એ પરમાત્માની કરુણા, પરંતુ એની ત્રુટિઓ બતાવનારા બે સ્નેહીઓની સલાહ મને તારીફ જેટલી જ મીઠી લાગી છે. સૌરાષ્ટ્રની જૂની વાર્તાઓમાં સાંગોપાંગ સેરઠી શબ્દ-પ્રયોગ, સોરઠી અલંકારો અને શૈલીનો ઝોક પણ સોરઠી હોવે જોઈએ, એ એમની ભલામણ હતી. મેં આ ભાગમાં એને અનુસરવાને યત્ન કર્યો છે. બિન-સૌરાષ્ટ્રીઓને સહાયક બનવા જેવો તેવો કોશ પણ આપ્યો છે.

આ સંગ્રહમાં એકેક ગામડાનું ઐતિહાસિક પાત્ર ઊભું છે. દંતકથા પણ અણલખ્યો અને અણશેાધ્યો ઈતિહાસ જ છે. એને નવલકથા બનાવવા માટે વર્ણ નેથી કે કલ્પિત વાર્તાલાપોથી લાદવા કરતાં પ્રત્યેક પાત્રને એની સાદી રીતે જ મૂકવું સારું. તમામ વાર્તામાં પાત્રોના વિકાસ નથી કારણ કે એ પાત્રોનાં જીવનની માત્ર એક-બે ધટનાઓ જ હાથ લાગે છે, બાકી બધી અંધકારમાં વીંટળાયેલ હોય છે. વળી તમામ વીર-વીરાંગનાઓનાં જીવન સર્વાંગ સુંદર પણ ન હોય કેમ કે એ યુગ અસ્થિરતાનો હતો. અાંહીં બતાવેલી તેઓની ભવ્યતા તે જીવની અમુક દિશા પૂરતી જ સમજવી.

ઝવેરચંદ મેઘાણી

જુલાઈ ૧૯૨૪