પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

રાઠોડ ધાધલ


ઠેઠ દેરડીના પાદર સુધી રાઠોડ ધાધલે આ રીતે પેાતાની સીમાનાં બનાવટી એંધાણો બતાવી દીધાં. આવા આવા પુરાવાઓ સાંભળીને લાંક સાહેબ સજ્જડ થઈ ગયેા. એને વહેમ પડી ગયો કે ખરેખર, આ સનાળીવાળાની તકરાર સાચી છે. રાઠોડ ધાધલ પોતાના મોં ઉપરનો રંગ લગારે બદલાવા નથી દેતો. તોયે લાંક તો ગેારો ખરો ! પાછા વળતાં એણે ઘેાડો તારવ્યો. સનાળી નજીકમાં ખેતરના ખેડૂતો સાંતી હાંકતા હતા ત્યાં આવીને પટેલિયાઓને પૂછ્યું : “યે ખેતરકા ક્યા નામ?”

“એ વાંધાળું વાંધાળું !” પટેલિયાએ બોલી નાખ્યું. રાઠોડ ધાધલે ઘણીય આંખ રાતી કરી, પણ પછી શું થાય ? લાંક સાહેબ હાથ પછાડીને બોલી ઊઠ્યો : “હાં ! ઇધર વાંધા હય, રાઠોડ ધાધલ, તુમ બરા ચાલાક ! બરા ચાલાક !”

રાઠોડ ધાધલની બધીયે કરામત પાણીમાં ગઈ કણબીએાએ બાજી ઊંધી વાળી દીધી !

બીજે દિવસે પ્રભાત થતાં જ લાંક ઘોડે ચડીને આવ્યો; જરીફોને કહ્યું : “જહાં હમારા ઘેાડા ચલે વહાં સીમાડા ડાલો. હમેરી પીછે ચલા આઓ. ખૂંટ લગાઓ !”

બરાબર વાંધાળા ખેતરની વચ્ચે થઈને સાહેબે ધોડો, હાંક્યો. સનાળીની અણહકની તમામ જમીન કપાવા લાગી. ઘેાડો ચાલ્યો ત્યાં ગામમાં રાઠોડ ધાધલને ખબર પડી. “નખ્ખોદ વળ્યું. જમીન ગઈ!”

પલક વારમાં તો રાઠોડ ધાધલે બરછી ઉપાડીને ઘોડી પલાણી. ઊભે ખેતરે ઘોડી દોડાવી. હાથમાં ઉઘાડી બરછી, દોડતી ઘોડી, અને આપો બૂમ પાડતો આવે : “એં ભણેં લાંક સાઈબ, રે'વા દે ! ગરીબહી કાળો ગજબ કરવો રે'વા