પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ ર
કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો

૧. નામો : (ક) કાઠી લોકોની ભાષામાં નાન્યતર જાતિ નથી; જુઓ :

ફુલેકું : ફુલેકો

ધીંગાણું : ધીંગાણો

પૂછડું : પૂંછડો

(ખ) સર્વ નામની માફક નામોમાં પણ બીજી વિભક્તિને પ્રત્યય “ને” નહિ, પણ “હી” છે :

ગરીબને : ગરીબહી

૨ સર્વનામ :

મૂળ ગુજરાતી શબ્દ કાઠી-પ્રયોગ
હું
મને
મારો
અમારો
તને
તમને
તારા
તમારો
તેને
એને
એની
કોણ
કોણે
કોનો

કાઠી-પ્રયોગ
હું
મોહે
માળો
અમાણો
તોંહે
તમું હે
તાળો
તમાણો
ત્યાંહીં
યાને
યાની
કમણ
કમણાનો

ચારણી-પ્રયોગ
મું
મુંહે
મોળો
અમણો
તું હેં
તમું હેં
તોળો
તમણો
ત્યોં હેં
યાહેં
યાની
કેમણ
કમણે
કમણો

૨૬૫