પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
રાષ્ટ્રિકા
 


દેશભક્તની યાચના

દિવ્ય

હો ભરતભૂમિના પહાડો !
તમ શિર પૂગ્યાં આકાશ !
તમ જેવા જગમાં બીજા
નથી ઉન્નત કો'ની પાસ !
છે પ્રૌઢ પ્રતાપ તમારો,
તમ ભવ્ય જ છે ભંડાર !
મૂજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૧

હો ભરતભૂમિની નદીઓ !
તમ સુંદર ચિત્ર ચરિત્ર !
તમ જેવી જગમાં બીજી
નથી કોઈ પરમ પવિત્ર !
સુગભીરી, ધીરી, વીરી,
તમ પુણ્યકથા આ વાર,
મુજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૨