આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાંનાં ગીતો
૧૪૧
આધુનિક ભારત*[૧]
• રાગ રામગ્રી •
આ શી દશા રે દેશની ? – જોઈ ઉકળે છે ઉર;
ઝાંખો દીસે ફીકો પડી, ક્યાં ગયું રે નૂર ? — આ શી.
સૂરજ જો આ દેશનો કેવો કરતો પ્રકાશ ?
હા હા તે શું ઊતરી, પડ્યો અંધારપાશ ? — આ શી. ૧
મુખપર લાલી શી દીપતી, ભાળી રહી જગ સર્વ :
ઊડી ચાલી તે ક્યાં ગઈ, ખાલી રહી ગયો ગર્વ. — આ શી. ૨
લોહચુંબક જેવો હતો, જગ ખેંચતો પાસ;
લોપ થઇ ક્યાં શક્તિ તે જગજાણીતી ખાસ ? — આ. શી. ૩
સત્ય સુવર્ણ જ પૃથ્વીનું ગણતો નિરધાર;
સૌ પરદેશ મથ્યા હતા, જોવા દિવ્ય દિદાર ! — આ. શી. ૪
ભૂમિ બધી પર જેહની પડતી હરદમ હાક;
વીર્ય ગયું ક્યાં વણસી તે, રડી રહ્યો શુ રાંક ? — આ. શી. ૫
- ↑ *ઇ. સ. ૧૯૦૧