લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રોત્સાહનનાં ગીતો
૧૭૩
 


હો દેવી ! તુજ દૃઢતાનો
⁠અમને દે પાશ લગાર ;
મૃત પત્રો જેવા ઉડવી દે
⁠ભયના અમ સર્વ વિચાર !
જુલ્મોને ડારી દે, મારી
⁠તુજ દૃગનાં તાતાં તીર !
⁠ભરિયે નૂર,
⁠થઇયે શૂર,
⁠તનથી તૂટે જ્યાં જંજીર;
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
⁠ને તૂટે સૌ જંજીર ! ૪