પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૬
રાષ્ટ્રિકા
 


ફાટે આભ, દિશા ડોલે, ને સાગર ડૂબે ભોમ :
રોમરોમમાં ભાલા ભોંકે ભર‌અંધારે વ્યોમ :
લયના હાહાકાર ઊઠે રે !
ભયના કિલ્લા કોટ તૂટે રે !
જયના રણલલકાર છૂટે રે :
સર્વ સમર્પણ તુજને, માતા ! તુંથી જ સર્વ મિરાત !
ઘડીભર થંભી જા રે માત ! ૩

શસ્ત્ર અસ્ત્ર સૌ ફેંકી દીધાં, લીધાં નવવ્રત આજ :
કેવડિયાશી બાણપથારી લઈએ સૌ તુજ કાજ !
દૃગ દૃગમાં નવશૌર્ય ઝરે રે !
ઝગઝગતાં તુજ ભાવિ તરે રે !
ટગટગ જગ રહે જોઇ અરે રે !
ઊઘડ્યાં આત્મપ્રભાત હવે, મા ! કેમ રંક તુજ જાત ?
તુજ સંતાન સજાત ઘૂમે, મા ! થા નવખંડ વિખ્યાત !
ઘડીભર થંભી જા રે માત ! ૪