પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૨
રાષ્ટ્રિકા
 


ઘૂમઘૂમ કરતાં ઘેલડાં ને અંતર બળતી આગ ;
વાજો વંટોળિયા ! મનગમ્યું, બની કાળછંછેડ્યા નાગ !
ફૂં ફૂં વાતા વાયરા.—

એક તો કરણીનાં કૂટણાં, ને બીજા ઠગારા સૂર ;
ત્રીજાં ત્રિખંડે મચાવવાં મારાં કર્મ અક્ષત્રી ક્રૂર !
ફૂં ફૂં વાતા વાયરા.—

શૂરા જગાડિયા જોધવા, ને પૂરા જગાડિયા લોક ;
ઘૂમી ઘૂમીને વંટોળિયા ! તું તો આખર બનશે ફોક !
ફૂં ફૂં વાતા વાયરા.—

આભે ઊડતી ધૂળ આ તારી તો સ્નેહ સમા મુજ મેહ :
ગર્વ નિભે નહીં આટલો : હવે ભૂલી જજે તુજ છેહ !
ફૂં ફૂં વાતા વાયરા.—